વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીધલીયા ગામમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 7ના રોજ દીધલીયા ગામમાં સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જી.જે. ૩૬ પી ૨૭૫૯માં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 10, કિ.રૂ. 3000 સાથે સાગરભાઇ રાજેશભાઇ અંગેચાણીયા (ઉ.વ. ૨૧, ધંધો વાયરમેન, રહે. કુબેર ટોકીઝની બાજુમાં, ધારખારી) હેરફેર કરતા ઝડપાયો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોટર સાયકલ સહીત કુલ રૂ. 33,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate