વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામમાં જ્યુપિટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલ પંપ સામે રોડ પર જ્યુપિટર જી.જે.૩૬-જે-૦૯૧૯માં ગે.કા. રીતે, પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 15, કી.રૂ. 4500 સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયંતી અમુભાઇ ચાવડા (ઉ.વ. ૨૨, રહે. મોરબી, ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે, મુળ રહે. હરીપર, તા. માળીયા) પકડાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર મળી કુલ રૂ. 44,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate