મોરબી : મોરબી સર્કલ પો.ઇન્સ.ની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં સગીરાને અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. 1 જુલાઈના રોજ જાહેર થયેલ ગુન્હાનો આરોપી નવઘણભાઇ રણછોડભાઇ મકવાણા (રહે. નાની બરાર, તા.માળીયા) સગીર વયની ભોગ બનનારને લક્ષ્મીનગર ગામેથી અપહરણ કરી લઇ ગયેલ હતો. આ કેસમાં પોલીસ ટીમ તપાસમા હતા. આ દરમ્યાન ખાનગી હકીકતના આધારે મોરબી માળીયા ફાટક નેશનલ હાઇવે રોડ ચોકડી ખાતે વોચમાં હતા. તે દરમ્યાન આરોપી તથા ભોગ બનનાર બન્ને માળીયા બાજુથી ચાલીને આવતા હતા. પોલીસે બન્નેને હવાલામા લઇ સી.પી.આઇ. કચેરી ખાતે લાવેલ છે અને બન્નેના કોવીડ-19 રિપોર્ટ કરાવવા માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવડાવેલ છે. તેમજ કોવિડ-19 રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવા તજવિજ કરેલ છે.