મોરબી અને માળીયા તાલુકામાં કુલ 520 પુસ્તકો શિક્ષકો માટે આપવામાં આવ્યા મોરબી : મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી મોરબી અને માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક-શિક્ષિકાઓને બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપવામાં આવ્યા હતા. શિક્ષક-શિક્ષિકાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણયુક્ત બાળઉછેરનો અભિગમ કેળવાય અને તેમના જ્ઞાનનો લાભ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મળે તેવા આશયથી આ પુસ્તકો આપવામાં આવ્યા હતા. ડૉ. સતિષભાઈ પટેલ દ્વારા લખાયેલ અને કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તક મોરબી તાલુકાની 182 શાળામાં અને માળિયા તાલુકાની 78 શાળામાં એમ કુલ 260 પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ 2 પુસ્તકો લેખે 520 પુસ્તકો આપવામાં આવ્યાં હતા. 'બાળઉછેર બે હાથમાં' પુસ્તકના વેચાણ દ્વારા થતી આવક ટ્રસ્ટમાં જમા થશે અને તેમાંથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી આદર્શ માતા કસોટી તેનું જ્વલંત ઉદાહરણ છે. બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયત શિક્ષણ શાખાનો ડૉ. સતિષભાઈ પટેલે આવા ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.