દર્દીઓએ વીડિયો જાહેર કરીને ગંદકીના કારણે ભોગવવી પડતી હાલાકીની હૈયા વરાળ ઠાલવી મોરબી : મોરબીના ધુંટુ ગામે પોલીટેક્નિકલ કોલેજમાં આવેલા સરકારી કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરાયેલા કોરોના ગ્રસ્ત દર્દીઓની સાજા થવાને બદલે વધુ ગંભીર બીમારીનો ભોગ બને તેવી કપરી હાલત સર્જાઈ છે. દર્દીઓ અંગે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં આ આઇસોલેશન વોર્ડમાં ભયંકર ગંદકી હોવાની દર્શાવ્યું છે અને સાથે સાથે દર્દીઓએ વીડિયો જાહેર કરીને ગંદકીના કારણે ભોગવવી પડતી હાલાકીની હૈયા વરાળ ઠાલવી છે. https://youtu.be/Xyx4mvp_9Zc મોરબીના કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે અગાઉથી ઘુંટુ ખાતે આવેલ પોલીટેક્નિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ દર્દીઓએ એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો છે. જેમાં આઇસોલેશન વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કોઈ ઠેકાણા જ હોવાનું અને ખાસ કરીને બાથરૂમ ,ટોયલેટની સફાઈમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતો હોવાનું વીડિયો મારફત દર્દીઓએ જણાવ્યું છે. આ વીડિયોમાં દર્દીઓ કહી રહ્યા છે કે ,આઇસોલેશન વોર્ડમાં ભયંકર હદે ગંદકીના ગંજ જોવા મળે છે. બાથરૂમ ,ગેંડી ,શોચાલય ભારે ગંદકી ઓકી રહ્યા છે. સફાઈનું કોઈ ધ્યાન જ આપતું નથી. આ વોર્ડમાં દર્દીઓ તમામ સુવિધાઓથી વંચિત છે. આવી ગંદકીના કારણે વોર્ડમાં રહી શકાય એમ જ નથી. આમ છતાં જો આવી ગંદકી વચ્ચે દર્દીઓને રાખવામાં આવશે તો દર્દીઓ સાજા ક્યારેય નહીં થાય એના બદલે વધુ બીમાર પડી શકે એમ છે. ત્યારે દર્દીઓએ જાહેર કરેલો વિડ્યો સબીધિત તંત્ર માટે શરમજનક છે.