શહેરમાં અમુક જગ્યાએ 24 કલાક લાઈટો ચાલુ ,ઘણા વિસ્તારોમાં સાવ અંધારપટ્ટ : અંધારપટ્ટના કારણે તસ્કરો મોકળું મેદાન મળ્યું મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર લોકોની પ્રાથમિક સુવિધા આપવામાં એટલી હદે નિષફળ ગયું છે એક સમસ્યા શોધો તો અનેક સમસ્યાઓ મળે તેવી હાલત છે.ખાસ કરીને શહેરમાં જ્યારથી નવી એલઇડી લાઈટો નાખી છે.ત્યારથી જ મોટાભાગના વિસ્તારોમાં લાઈટો ચાલુ બંધ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે.ગત ઓગસ્ટ માસની વાત કરીએ તો નગરપાલિકાને આ આખા માસ દરમ્યાન લાઈટ બંધની 260 થી વધુ ફરિયાદ મળી છે.એકંદરે રેઢિયાળ તંત્રના પાપે અમુક જગ્યાએ 24 કલાક લાઈટ ચાલુ તો ઘણા વિસ્તારોમાં સાવ અંધારપટ્ટ છે. મોરબી શહેરમાં વર્ષો પહેલા સ્ટ્રીટ લાઈટો હતી.પણ સરકાર અને તંત્રના કહેવા મુજબ આ સ્ટ્રીટ લાઈટમાં વીજળીનો વધુ વપરાશ થતો હોવાથી થોડા વર્ષો પહેલા વીજ બચત માટે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે.ત્યારે સહજ પ્રશ્ન થાય કે ખરેખર તંત્રનો વીજ બચત કીમિયો કારગત નીવડ્યો છે ખરો? પણ શહેરીજનોએ. પૂછો તો જવાબમાં આકોશ સાથે ના મળે ,વાસ્તવિક સ્થિતિ જોઈએ તો અમુક વિસ્તારોમાં ધોળે દહાડે લાઈટો ચાલુ રહી છે.સામાં છેડે અનેક વિસ્તારોમાં લાઈટો સાવ બંધ હાલતમાં એક બે દિવસથી નહીં પણ ઘણા સમયથી છે.આથી તંત્રનો વીજ બચતનો હેતુ હાસિયામાં ધકેલાય ગયો છે.ખરેખર તો તંત્રને ચાલુ બંધ લાઈટની કશી પડી જ ન હોય એ રીતે લોકોની ફરિયાદોની ઘોર ઉપેક્ષા કરે છે. હાલ.મોરબીના ઘણા વિસ્તારમાં લાઈટ ગુલ હોવાની ફરિયાદો ઉઠી છે.ખાસ મેઈન રોડ ઉપર જોઈએ બન્ને પુલ ,શનાળા રોડ ,રવાપર રોડ ,લાયન્સનગર ,સહિતના જાહેર વિસ્તારો તેમજ ઘણા વિસ્તારમાં શેરી ગલીઓમાં પણ લાઈટ વારંવાર ગુલ થઈ જાય છે.તેમજ અમુક વિસ્તારોમાં લાઈટ લબક ઝબક થાય છે.આ ઉપરાંત પુલના છેડે સહિતના વિસ્તારોમાં હાઈ માસ્ક લાઈટો પણ બંધ છે.એવું નથી કે લોકો.પાલિકાને ફરિયાદ નથી કરતા.પણ તંત્ર જ એટલી હદે નિષ્ઠુર બની ગયું છે કે ચાલુ બંધ લાઈટની ફરિયાદની પરવા જ કરતું નથી.અંધારપટ્ટના કારણે તસ્કરોની રંજાડ વધી ગઈ છે અને અવારનવાર નાની મોટી ચોરીના બનાવો બને છે.ખરેખર લાઈટો ખામી સર્જવામાં એલઇડી લાઈટોના કોન્ટ્રાકટરની બેદરકારી કારણભૂત છે.કોન્ટ્રાકટરોએ નવી લાઈટો નાખી એમાં ઘણી ખામી રહી ગઈ હોવાથી આ સમસ્યા ઉદભવી છે.આથી લાઈટો ચાલુ.બંધની સમસ્યા ઉકેલી તંત્ર ખરેખર નિષ્ઠાવાન હોવાનું પુરવાર કરે એવી લોકોમાં માંગ ઉઠી છે.