ન્યુ આલાપ, પટેલનગર સોસાયટીના પ્રમુખે ફાળો કરી દિવસે પણ ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટની મરમ્મત કરાવી વીજળીનો કર્યો બચાવ મોરબી : મોરબીના પટેલનગરમાં ન્યુ આલાપની સ્ટ્રીટ લાઈટ રાત-દિવસ ચાલુ રહેતી હતી. જેની પટેલનગરના પ્રમુખ દ્વારા નગરપાલિકા પ્રમુખને અને કોન્ટ્રાક્ટરોને વારંવાર રજુઆત કરવા છતા કોઈ પગલા ન લેતા અંતે પ્રમુખે સોસાયટીના રહીશો પાસેથી ફાળો એકત્ર કરી, જે બંધ સ્ટ્રીટ લાઈટો હતી. તે ચાલુ કરાવી અને જે ચોવીસ કલાક ચાલુ રહેતી હતી. તે ફક્ત રાત્રે જ ચાલુ રહે અને દિવસે બંધ થઈ શકે તેવી રીતે કામગીરી કરાવી હતી. સોસાયટીના પ્રમુખે વીજળીનો બચાવ થાય તેવી ઉમદા કામગીરી કરેલ હતી.