ગત તા. ૩૦ ઓગસ્ટના રોજ થયેલી કુલ રૂ. ૫૬,૦૦૦ ના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધાતા તસ્કરો હાથ લાગ્યાની શકયતા મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલી મોબાઈલ, કરીયાણા સહિતની દુકાનોમાં ગત તા.૩૦ ઓગસ્ટના રોજ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને તસ્કરો આ દુકાનોમાંથી કુલ રૂ.૫૬૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા. ત્યારે આ ચોરીના બનાવની વેપારીઓએ ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી રવાપર ગામ શીવશકિત સોસાયટી કે. કે. ટાવર વાળી શેરીમાં રહેતા વેપારી ધર્મેશકુમાર રસીકભાઇ સંઘાણી પટેલે ગઈકાલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૩૦ ના રોજ મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે શનાળા પાસે આવેલી તેમની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ ફરીયાદીની દુકાનના શટર ઉચા કરી દુકાનમા પ્રવેશ કરી સાદા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડ રૂ. ૫૫૦૦ તથા એક ડેમો સીમકાર્ડ વાળો એન્ડોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦૦ તથા એક ડેલ કંપનીનું લેપટોપ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦૦ તથા સાહેદો હિતેષભાઇ રમેશભાઇની દુકાનમાથી પરચુરણ રકમ રૂ.૫૦૦ તથા સાહેદ રાજુભાઇ મનસુખભાઇ હિરાણીની કરીયાણાની દુકાનમાંથી એક રર ઇંચનું એલ.સી.ડી ટી.વી. કિ.રૂ.૧૦૦૦૦ મળી કુલ રૂ.૫૬૦૦૦ ની રકમના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની વેપારીની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.