મોરબી : મોરબીમાં લાયન્સનગર નજીક જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓ સહીત આઠ લોકો ઝડપાયા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ મોરબી શહેરમાં સેન્ટ મેરી સ્કુલ પાછળ લાયન્સનગર પાસે જાહેરમાં જુગાર રમતા વીજયભાઇ જયંતીભાઇ સુરેલા, મનોજભાઇ ગોપાલભાઇ વરાણીયા, દયાબેન હરજીવનભાઇ દેત્રોજા, મનીષાબેન મનસુખભાઇ ગૌસ્વામી, કાંતાબેન શંભુભાઇ ગોસાઇ, ભાવનાબેન જીતેન્દ્રભાઇ બુધ્ધદેવ, ઉષાબેન મનોજભાઇ વરાણીયા અને સોનીબેન અરવીંદભાઇ પરમારને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,650 કબ્જે કરી છે. અને આરોપીઓની અટકાયત કરી છે.