માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું હળવદ : હળવદના કડીયાણા ગામે રૂ.65 લાખના ખર્ચે નવી માધ્યમિક શાળાનું નિર્માણ થનાર છે. ત્યારે હળવદ તાલુકાના કરિયાણા ગામે ગામના આગેવાનો દ્વારા ગામની પાંચ બાળકોના હસ્તે રૂપિયા ૬૫ લાખના ખર્ચે માધ્યમિક શાળાના બિલ્ડીંગનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના કડિયાણા ગામે માધ્યમિક શાળા કાર્યરત છે પરંતુ તેનું બિલ્ડીંગ ન હોય ભારે સંકડાશ પડે છે.ખાસ કરીને આ માધ્યમિક શાળા પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં કાર્યરત છે. તેથી, વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવી માધ્યમિક શાળા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેથી, હવે કડીયાણા ગામેં રૂ.65 લાખના ખર્ચે નવી મધ્યમિક શાળાનું નિર્માણ થશે અને આ નવી માધ્યમિક શાળાના નિર્માણ કાર્ય માટે માધ્યમિક શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ નવી માધ્યમિક શાળાના બિલ્ડિંગમાં પાચ રૂમ અને સેનીટેશનની સુવિધાથી સજ્જ કરાશે. ત્યારે હવે નવી માધ્યમિક શાળાનું આગામી સમયમાં નિર્માણ થવાનું હોવાથી વિધાર્થીઓને લાંબાગાળાની રાહત થશે.