મોરબી : મોરબીના રહીશ દર્શન ઘનશ્યામભાઈ નાયકપરાએ રાજકોટમાં MBBS પૂર્ણ કર્યા બાદ જામનગર ખાતે બાળકોના નિષ્ણાત (MD pediatrician)નો અભ્યાસ કર્યો છે. હાલમાં ડો. દર્શન જામનગરની ગવર્મેન્ટ હોસ્પિટલમાં COVID-19 વૉર્ડમાં કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ ફરજ બજાવી ઘર-પરિવારની ચિંતા કર્યા વગર પેશન્ટને પોતાનો પરિવાર સમજી ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે અભ્યાસમાં પણ ખૂબ મહેનત કરી હતી. આથી, તાજેતરમાં રિઝલ્ટ જાહેર થતા MD pediatricianની પરિક્ષામાં યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ છે. ગોલ્ડ મેડલની સિદ્ધ પ્રાપ્ત કરવા બદલ પરિવારજનોને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.