મોરબી : મોરબી જીલ્લામાં મીઠા ઉત્પાદીત એરીયામાં તાજેતરમાં ભારે વરસાદ અને મચ્છુ ડેમના દરવાજા ખોલવાના કારણે પાણી આવતા થયેલ નુકશાની અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર ઓસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામા મીઠા ઉત્પાદીત વિસ્તારમાં આ માસ દરમ્યાન અતિ ભારે વરસાદ થતા અને મચ્છુ ડેમના દરવાજા ખોલી પાણી છોડતા મીઠાના એકમો નાના, મધ્યમ એકમોમાં મીઠા ઉધોગમા અતિ નુકશાન થયેલ છે. મીઠાના એકમોમાં સાગર પારા, મેઈન સરકીટ, બંધ પાળા, ક્યારા, રોડ-રસ્તા વગેરેમા ખુબ જ મોટુ નુકશાન થયેલ છે. તેમજ મીઠાના સ્ટોકનુ ધોવાણ થયેલ છે. તો મીઠા ઉધોગમાં થયેલ નુકશાનમાં તાત્કાલીક સર્વે કરી નુકશાનીનુ વળતર આપવા અને તાત્કાલીક મીઠા ઉદ્યોગને આર્થીક સહાય અપાવવા અપીલ કરી છે.