એ ડિવિઝન પોલીસે નાગપુર જઈને આરોપીઓને પકડ્યા મોરબી : મોરબીના એક યુવાને મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કર્યા બાદ છ માસ પછી યુવતી પરત નાગપુર જતી રહી હતી અને ત્યાંથી પાછી આવતી ન હોય યુવાને પેાતાની સાથે 3.26 લાખની છેતરપિંડી કરવામાં આવી હેાવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરીને નાગપુર જઈને ત્રણ લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે મોરબીના ગ્રીનચોક પાસે આવેલ કંસારા શેરીમાં રહેતા દિપેનભાઇ અનંતરાય કરથીયા (ઉ.વ.40) ના લગ્ન સુનીતાબેન ઓમપ્રકાશ વાઘમરે અને ઓમપ્રકાશ રાજીવરામભાઈ વાઘમરે દ્વારા મહારાષ્ટ્રીયન યુવતી સાથે કરાવવામાં આવ્યા હતા. જેના માટે તેઓએ દિપેનભાઇ પાસેથી સમયાંતરે રૂ.2.64 લાખ લીધા હતા અને ત્યારબાદ આ યુવાનના લગ્ન મહારાષ્ટ્રીયન યુવતી અનીતાબેન બાબુલાલ ચૌહાણ (ઉ.વ.35 ) ની સાથે કરાવવામાં આવ્યા હતા અને છ માસ જ રોકાઇને અનિતાબેન પરત પોતાના વતન નાગપુર જતી રહેલ જેને તેડવા માટે દિપેનભાઇ તેના ઘરે નાગપુર ગયો હતો પરંતુ યુવતીએ આવવાની ના પાડીને રૂપિયા તેમજ દાગીના માટે જ લગ્ન કર્યા હોવાનું કહ્યુ હતુ. જેથી 62,800ના દાગીના તથા 2.64 લાખ રોકડ એમ કુલ મળીને યુવાનની સાથે રૂ.3.26 લાખની છેતરપીંડી કરી હેાવાની ફરીયાદ નોંધાઈ હતી. આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ વી.આર.શુકલની સૂચનાથી વિજયભાઈ છાસિયા, ઋતુરાજસિંહ તથા નેહલબેન ડોડીયા સહિતની ટીમ નાગપુર ગઈ હતી અને ત્યાંથી છેતરપિંડીના ગુનામાં ઓમપ્રકાશ વાઘમારે, સુનિતાબેન વીઘમારે અને અનિતાબેન ચૈાહાણની ધરપકડ કરી છે. તેઓને આગળની તપાસ માટે મેારબી લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.