માળીયા (મી.) : ભારે વરસાદના કારણે માળિયા (મી.) શહેરમાં થયેલ નુકશાન બાબતે માળિયા મીયાણા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને શહેર કોંગ્રેસ અગ્રણી દ્વારા માળીયા (મી.)ના મામલતદારને રજુઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત તા. 23 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો. તેમજ તા. 24 ઓગસ્ટનાં રોજ મચ્છુ નદીના ગેટ પણ ખોલવામાં આવ્યા હતા. જેથી, માળિયા (મી.) શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરભરમાં 5-6 ફૂટ જેટલું પાણી આશરે 36 કલાકથી વધારે સમય માટે ભરાયેલું રહ્યું હતું. જેના કારણે નગરજનોને ઘર, પાક, જમીન ધોવાણ, પશુ મુત્યુ તથા અન્ય નાના-મોટા નુકસાનનો સામનો કરવો પડયો છે. જે માટે નગરજનોને તાત્કાલિક ધોરણે સહાયની ચુકવણી કરાવી આપવામાં એવી વિનંતી કરાઈ છે. જેમાં કેશ ડોલ્સ, પાક નુકશાન, જમીન ધોવાણ, મકાન તથા દિવાલ નુક્શાન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.