હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નજીક નદીમાં બે યુવકો તણાઈ ગયા હતા. જેમાં એક યુવકને બચાવી લેવાયો હતો. જયારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી હતી. ત્યારે તણાયેલા યુવકનો મૃત હાલતમાં મળી આવ્યો છે. ગત તા. 31 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ કાનજીભાઇ ગોરધનભાઇ કોરડીયા (ઉ.વ. 19) ભારે વરસાદના પગલે અજીતગઢ ગામની નદીમાં તણાઇ ગયેલ હતો. ગઈકાલે તા. 2 સપ્ટેમ્બરના રોજ સાંજે તેમના પરિવારજનોને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.