મોરબી : કોરોનાના લીધે મોટા આયોજનો વિના લોકોએ પોતાના ઘરે ગણેશજી સ્થાપના કરેલ છે. ત્યારે આજે ગણેશ વિસર્જનનો દિવસ આવી ગયો છે. મોરબીમાં RTO નજીક ગણેશ વિસર્જન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વર્ષે મૂર્તિઓ ખૂબ ઓછી હોવાના કારણે મૂર્તિઓ એકઠી કરવામાં નહિ આવે. પરંતુ સીધું મૂર્તિઓનું વિસર્જન કરાશે. નગરપાલિકા દ્વારા કાયદા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાસે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે. વિસર્જન સ્થળે લાઈટની વ્યવસ્થા કરવા, રસ્તાઓ બનાવવા સહિતના કામો માટે નગરપાલિકા અને પોલીસ વિભાગના કર્મીઓ હાજર રહેશે. અને પાંચ તરવૈયાઓ પણ હાજર રહેશે. જે.સી.બી. તથા બે હાયડરા વડે વિસર્જન કરાશે.