મોરબી : મોરબીની રાજપૂત કરણી સેના દ્વારા મોરબી નગરપાલિકામાં મહારાણા પ્રતાપ સર્કલથી માળીયા ફાટક સુધીના માર્ગનું નામ મહારાણા પ્રતાપ માર્ગ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ દરખાસ્તને મોરબી નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તેમજ તેમની સમગ્ર ટીમને શુભકામના પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ તેમજ કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા.