મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડની ભારે વરસાદમાં કપરી દુર્દશા થઈ ગઈ છે.મોરબી વાંકાનેર વચ્ચેના સર્વિસ રોડ ઉપર ઠેરઠેર મસમોટા ગાબડાં પડ્યા છે.આ મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી રાત્રીના અંધકારમાં આવા જીવલેણ ખાડા દેખાતા નથી.આથી મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પરના ઢુંવા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરેલા ખાડામાં રાત્રીના સમયે એક ટ્રક બરોબરનો ખુંપી ગયો હતો.આથી આ ભારેખમ વાહન ખાડામાં બુરી રીતે ફસાઈ જતા રોડ બ્લોક થઈ ગયો હતો.ત્યારે પછળથી આવતા અન્ય વાહન ચાલકો આ ખાડામાં પડતા પડતા માંડ બચ્યા હતા.આ જીવલેણ ખાડાઓથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટી આ બાબતે યોગ્ય.પગલાં ભરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.