મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ નજીક ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો પકડાયા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 30ના રોજ રાત્રે મોરબી શહેરમાં કંડલા બાયપાસ નજીક મારૂતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ ઉર્ફે મિથુન લીલાધરભાઇ કાનાબાર (ઉ.વ. 56) તથા સિકંદર ઉર્ફે સિકલો (ઉ.વ. 37) ફ્લેટમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે રૂ. 1,200 રોકડ જપ્ત કરી છે. અને મોબાઈલ સહીત રૂ. 11,200નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે બંને આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.