મોરબી : મોરબી શહેરમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે. મોરબીના વીસીપરામાં રોહીદાસપરામાં રહેતા 55 વર્ષીય અકબરભાઇ કાસમભાઇ માણાણીએ ગઈકાલે તા. 30ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.