વાંકાનેર : ગઈકાલે તા. 30ના રોજ મોહરમના દિવસે ઈમામે હુશેનની યાદમાં હૂઝુર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરીમીંયા સાહેબના ફરમાન મુજબ મોહદ્દિષે આઝમ મિશન વાંકાનેર તરફથી વાંકાનેર તાલુકાની સરકારી હોસ્પિટલ તેમજ શ્રધ્ધા હોસ્પિટલ, કુંજ હોસ્પિટલ, ડો. ધરોડીયા હોસ્પિટલ, ડો. દેલવાડીયા હોસ્પિટલ, માં હોસ્પિટલ તેમજ અથર્વ હોસ્પિટલમાં અને જરુરીયાતમંદોને અંદાજે 344 ફ્રુટ કીટનું વિતરણ કરેલ છે. આમ, મોહદ્દિષે આઝમ મિશન દ્વારા અનોખી રીતે એક માનવતા કામ કરીને મોહરમ તહેવારની ઉજવણી કરેલ છે.