એલસીબી ટીમે જુગારની રેડ કરીને 6 આરોપીઓને રૂ.1.06 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબીના મકનસર ગામ નજીક કોમ્પલેક્ષમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ધમધમતું જુગારધામ ઝડપી લીધું હતું. એલસીબી ટીમે જુગારની રેડ કરીને 6 આરોપીઓને રૂ.1.06 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે મોરબીના મકનસર ગામથી આગળ તુલસી કોમ્પલેક્ષમાં આવેલ ભક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આરોપી દીપકભાઈ પ્રમોદભાઈ મિસ્ત્રી બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબીની ટીમે ટ્રાન્સપોર્ટ ઓફિસ જુગારની રેડ કરી હતી અને પોલીસે આ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા દીપકભાઈ પ્રમોદભાઈ સિદ્ધપુરા, શૈલેષભાઇ ભીમજીભાઈ સનારીયા, વિપુલભાઈ રમણિકભાઈ બદકીયા, કિરીટભાઈ નાનજીભાઈ નારળીયા, નિલેશભાઈ મનસુખભાઇ વરાણીયા અને મહેશભાઈ રેવાભાઈ ડાભીને રૂ. 94 હજાર રોકડા, છ મોબાઈલ મળીને કુલ રૂ.1.06 લાખના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.