મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ ગામમાં ખેતર નજીક કોથળામાં રાખેલ વહીસ્કીની બાટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 29ના રોજ મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાં માવજીભાઇ કડીયાના ખેતર પાસે બારદાનના કોથળામાં રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 24, કિં.રૂ. 9000 ઝડપી પાડવામાં આવી હતી. આ વિદેશી દારૂનો જથ્થો નિલેશભાઇ પરસોત્તમભાઇ કંજારીયા (ઉ.વ. 35, ધંધો-મજુરી, રહે. બાદનપર)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.