માળીયાના માણાબા ગામે માસૂમ પુત્રીની હત્યા કરનાર પિતા પોલીસની હાથવેંતમા માળીયા : માળીયાના માણાબા ગામે ગઈકાલે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કરીને પત્ની પાસેથી પોતાના માસૂમ પુત્રીની આચકીને ખાટલામાં જોરદાર પટકી હતી. જેથી, માસૂમ બાળાનું મોત થતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ત્યારે આ બનાવમાં પત્નીએ પોતાના પતિ સાથે પુત્રીની હત્યા કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે આરોપી પોલીસની હાથવેંતમા હોવાનું જાણવા મળે છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા (મી.)ના માણાબા ગામની સીમમાં રહેતા સગીતાબેન કલમશી ઉર્ફે કમલેશભાઈ બાવીયા (ઉ.વ.૩૫) એ તેના પતિ કલમશી ઉર્ફે કમલેશ ધુધેસીગ બાવીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૨૭ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપી પતિએ થતો ફરીયાદી બેન સાથે ઘર કંકાશ કરી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી બેનને માથામાં ધોકા મારી ઇજા કરી તેમજ ફરીયાદીએ તેની નાની દિકરી સવિનાને તેડીને તેના પતિના મારથી બચવા ભાગવા જતા તેના પતિએ ફરીયાદીના હાથમાંથી તેની દિકરી સવીનાને ખેંચી લઇ ખાટલામા ઘા કરી તેના માથામાં ધોકો મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી તેનુ મોત નિપજાવી ખુન કરી સાહેદ શરમીબેનને ધોકો મારી મુંઢ ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. માળીયા પોલીસે પત્નીની ફરિયાદ પરથી તેના પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે આરોપી પોલીસની હાથવેંતમા હોવાનું જાણવા મળે છે.