મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રસ્તે રઝળતા પશુઓના અસહ્ય ત્રાસને લઈને સ્થાનિક સામાજિક કાર્યકરે પાલિકામાં આ બાબતે સત્વરે ઘટતું કરવા રજુઆત કરી છે. મોરબીના સામાકાંઠાના મહેદ્રનગર રોડ પર રામકૃષ્ણ નગરની સામે રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ વધતા સ્થાનિક સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલે પાલિકાના ચીફ ઓફિસરને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા રજુઆત કરી છે. ઉક્ત વિસ્તારમાં પશુઓ રસ્તાની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસી જતા હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રઝળતા પશુઓને કારણે નાના મોટા અકસ્માતોમાં લોકો ઇજાગ્રસ્ત પણ થતા રહેતા હોય જાગૃત નાગરિકે પાલિકાના ચીફ ઓફિસરને પશુઓના ત્રાસમાંથી સત્વરે સ્થાનિકોને મુક્તિ અપાવવા માટે લેખિતમાં રજુઆત કરી છે.