ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ મોરબી : મોરબી જિલ્લાના મોરબી, માળીયા(મી.) તથા ટંકારા તાલુકાના ખેડુતોને મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની જાણકારી માટેનો કાર્યક્રમ શકતસનાળા ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના નિગમના ચેરમેન ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સરદાર પટેલ સહભાગી જળ સિંચન યોજના નિગમના ચેરમેન ડો. ભરતભાઇ બોધરાએ ખેડુતોને માહિતી આપતા જણાવ્યું કે ખેડુતને કેમ વધારે લાભ મળે તે માટે સરકારે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના બહાર પાડી છે. જો હવે ખેડુતને નુકશાન થશે તો સરકાર સીધી ખેડુતને મદદ કરશે. ગુજરાત દેશનુ પહેલુ એવુ રાજય છે કે જે ખેડુતને સીધી મદદ કરી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે નર્મદાનું પાણી સૌની યોજનાથી ધરે ધરે મળેલ છે. હવે એક પણ ખેડુતને ખાતર માટે અગવડતા નથી પડતી. સરકારે ૨૦ વર્ષથી ખેડુત વિજળીના ભાવમાં વધારો કરેલ નથી. ગુજરાત રાજય ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલ છે.ખેડુત જગતનો અન્નદાતા છે. ત્યારે સરકાર સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે. રાજકોટ સાસદ મોહનભાઇ કુંડારીયાએ ખેડુતોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ખેડુતોએ ગામ તલાટી કે ગ્રામ સેવક પાસે કેટલુ વાવેતર કરેલ છે, તેના આકડા લખાવા જોઇએ સર્વે કરવા માટે જિલ્લા વહિવટી તંત્રએ ૧૩ ટીમ બનાવી છે. અને તેમનો પ્રાથમિક અહેવાલ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રીને સોપશે. મોરબી કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ માહિતી આપી હતી કે મેધરાજાની મહેર છે સરકારે ખેડુતો માટે સવેદનશીલ નિર્ણય જ લીધેલા છે. તેથી ખેડુત માટે ખાસ સવેંદેનશીલતા પ્રગટ કરી આ યોજના બહાર પાડી છે. પ્રધાનમંત્રીશ્રીએ કિશાનો માટે અનેક યોજના બહાર પાડી છે. તેમનો સંકલ્પ છે કે ખેડુતોની ખેતી બમણી થાય. તેમજ ડ્રેગન ખેતી વિશે વધુ માહીતી આપી હતી. પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ખેડુતોને સંબોધતા જણાવ્યું હતું કે આ વખતે આપણને મેધરાજાની મહેર થઈ છે. ખેતી ભારતની કરોડરજ્જુ છે. ખેડુતને પાક કવચ મળશે તે માટે સરકારે આ યોજના ખુલ્લી મુકી છે. ખેડુતોનું કલ્યાણ થાય તેમને લાભ મળે તે માટે સરકાર અનેક યોજનાઓ અમલમા મુકી છે. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોએ દિપ પ્રાગટય કર્યુ હતુ. જ્યારે શાબ્દિક સ્વાગત પ્રવચન મોરબી જિલ્લા પંચાયતના ખેતિવાડી અધિકારી ડો. વી.કે.ચૌહાણે કર્યુ હતુ. તેમજ તેમણે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંગે માહિતી આપી હતી. જ્યારે કાર્યક્રામની આભારવીધી સિનીયર સાયટીન્સ ડૉ. સરડવાએ કરી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયા, નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા, માળીયા(મિં) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠોડ, ભાજપ અગ્રણી દુલર્ભજીભાઇ દેથરીયા સહિત ખતિવાડીના અધિકારીઓ તેમજ મોટી સખ્યામાં મોરબી જિલ્લાના મોરબી, માળીયા(મી.) તથા ટંકારા તાલુકાના ખેડુતો હાજર રહ્યા હતા.