મોરબી : વર્ષ દરમ્યાન ભંગાર હાલતમાં રહેલા મોરબીના મોટાભાગના રોડની ચાલુ ચોમાસા દરમ્યાન અધોગતિ બેસી ગઈ છે. રહ્યા-સહ્યા ધૂળિયા માર્ગો એકવીસમી નહીં પણ 'એક વસમી સદી'ની યાદ અપાવે એવી સ્થિતિમાં આવી ગયા છે. મોરબી-રાજકોટને જોડતા અને બાયપાસ તરીકે ઉપયોગ કરાતા શનાળાથી રવાપર ધુનડા રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અધૂરામાં પૂરું આ રોડ પર ગોકળગાયની ગતિથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામને લઈને પણ વાહન ચાલકો ભારે અગવડ વેઠી રહ્યા છે ત્યારે ટંકારા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ આ સમસ્યામાંથી વાહનચાલકોને તાત્કાલિક મુક્તિ અપાવવા માંગણી કરી છે.