મૃતકના પત્નીને ઇજા, ટ્રકચાલક ફરાર વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત થયું હતું. તેમજ મૃતકના પત્નીને ઇજા પહોંચી હતી હતી. અને અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. ગઈકાલે તા. 28ના રોજ સવારે આશરે નવેક વાગ્યાના સુમારે રાજકોટથી અમદાવાદ જતા નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક નં. જી.જે.-૦૩-બી.વી.-૯૩૪૬ના ચાલકે રણછોડભાઇ સરવૈયાના મો.સા. સ્પ્લેન્ડર રજી. નં. જી.જે.-૧૩-એચ-૧૭૬૮ને પાછળથી હડફેટે લીધું હતું. આથી, રણછોડભાઇ અને તેમના પત્ની તેજુબેન (ઉ.વ. 68, ધંધો ધરકામ, રહે. નાના હણીયા, તા. સાયલા, જી. સુ.નગર) બાઈક પરથી પડી ગયા હતા. તેજુબેનને શરીરે સામાન્ય છોલાયેલ ઇજા થયેલ હતી. તેમજ રણછોડભાઈને શરીરે જમણા હાથ ઉપર ટ્રકનુ વીલ ફરી ગયું હતું. અને તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અને પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.