રસ્તાનું ધોવાણ થતા એસટી બસો બંધ : તંત્ર દ્વારા તુરંત ઘટતું કરવામાં આવે તેવી માંગ વાંકાનેર : યાત્રાધામ માટેલ આવવાની તમામ એસટી બસો બંધ થતા ભાવિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે રોડ-રસ્તાઓનું ધોવાણ થયું હોય એસટી તંત્ર દ્વારા બસોની સેવા બંધ કરી દેવામાં આવી છે. જેથી આ મામલે તુરંત ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. માટેલ ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય હાલમાં પડેલા વરસાદ બાદ એસટી બસો બંધ કરી દેવામાં આવી છે.જેથી ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાડધરાથી માટેલ 8કિમિ વાયા મકતાનપર- જામસર ચોકડી સુધી 8કિમિના રસ્તાનું ધોવાણ થઈ ગયેલ છે. માટેલથી પાડધરા સુધીનો રસ્તો જેને 15 ગામો લાગુ પડે છે તે પણ બિસ્માર હાલતમાં હોય તંત્ર દ્વારા તુરંત ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.