કુલ કી.રૂ. 36,000નો વિદેશી દારૂ જપ્ત હળવદ : મોરબી એલ.સી.બી. દ્વારા હળવદ તાલુકાના માનસર ગામે રહેણાંક મકાનમાં અનાજ ભરવાની પેટીમાથી અંગ્રેજી દારૂની બોટલો નંગ 96, કિં.રૂ. 36,000નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. આજે તા. 29ના રોજ એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે હળવદ તાલુકાના માનસર ગામે ભરત ઉર્ફે કાકો લાભુભાઇ રાઠોડ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે હકીકત આધારે હળવદ તાલુકાના માનસર ગામે તે મકાનમાં રેઇડ કરતા અનાજ ભરવાની પેટીમાથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-96, કિં.રૂ. 36,000 પકડી પાડેલ છે. અને રેઇડ દરમિયાન આરોપી ભરત હાજર નહીં મળી આવતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. અને આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.