મોરબી : મોરબી શહેરમાં દરબારગઢ નજીક જૈન દહેરાસર પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો ઓવર ફ્લો થતા સેંકડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. આ સમસ્યા છેલ્લા એક વર્ષથી હતી. સ્થાનિકોએ તંત્રને આ સમસ્યાને લઈને અનેકવાર રજૂઆત કરી હતી. ત્યારે ગત તા. 26ના રોજ નગરપાલિકા દ્વારા આ પાઇપને રિપેર કરવામાં આવ્યો છે. આથી, એક વર્ષ જૂની સમસ્યાનો હલ આવ્યો છે. ત્યારે દેરાસરના ટ્રસ્ટી નવીનભાઈ સંઘવી, સંજયભાઈ સુખડીયા અને જૈન સાધકો અને ભાવિકોએ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો આભાર વ્યક્ત કર્યો છે.