મોરબી : મોરબી જિલ્લાના તા. 23 અને 24ના રોજ આવેલ ભારે વરસાદના પગલે અનેક જળાશયો છલકાઈ ગયા હતા. ત્યારે નીચી માંડલ ગામે આવેલ તળાવ પણ ઓવરફલો થઇ ગયું હતું. આથી, ગ્રામજનો દ્વારા તળાવમાં નવા નીરના વધામણા કરવામાં આવેલ હતા. જેમાં કુંવારી બાળાઓએ માથે કળશમાં જળ પધરાવી ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કર્યું હતું.