મોરબી : મોરબી તાલુકાના નવા સોખડા ગામમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 27ના રોજ નવા સોખડા ગામના રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 11,160 જપ્ત કર્યા છે. આ બનાવમાં પોલીસે ધનશ્યામભાઇ પરશોતમભાઇ સુરેલા, હિતેશભાઇ નાથુભાઇ સુરેલા, પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, શીવજીભાઇ દીલીપભાઇ સુરેલા, રમેશભાઇ રામસુરભાઇ સુરેલા તથા લક્ષ્મણભાઇ ઉર્ફે ધુળો શંકરભાઇ સુરેલાની અટકાયત કરી છે.