મોટરસાઇકલચાલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ વાંકાનેર : રાજાવડલા ગામ નજીક ખાખરીયા હનુમાનજી મંદિર નજીક મોટરસાઇકલચાલકે હડફેટે લેતા રાહદારીને ઇજા પહોંચી હતી. આ બનાવમાં મોટરસાઇકલચાલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે તા. 27ના રોજ સવારે 9-30 વાગ્યાની આસપાસ રાજાવડલા ગામ રોડ ખાખરીયા હનુમાનજીની જગ્યા પાસે અજાણ્યા મોટરસાઇકલચાલકે ભરતભાઇ સોમાભાઇ સોલંકી (ઉ.વ. 35, ધંધો મજુરી, રહે નવા રાજવડલા)ને પાછળની બાજુથી આવી મોટરસાઇકલ ભટકાડી દીધું હતું. આથી, રાહદારી પડી ગયા હતા. અને મોટરસાઇકલચાલક નાશી ગયો હતો. ભરતભાઇ નવા રાજાવડલા ગામેથી વાંકાનેર તરફ આવતા હતા, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઇના કપાળમા ડાબી બાજુ તેમજ ડાબા હાથના કાંડાની ઉપરના ભાગે ફેકચર જેવી નાની-મોટી ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવના આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે.