માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા અંજીયાસર નજીક એક બાળક ડેમમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. આ બનાવની માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 27ના રોજ નવા અંજીયાસર ગામમાં રહેતા 6 વર્ષનો સબીર યુનુસભાઇ મુલ્લા નવા અંજીયાસર નજીક ગઢીયા પાસેના ચેક ડેમના પાણીમાં ડુબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.