વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે એક યુવક પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. પંચાસીયા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વીજયભાઇ શાંતીલાલ માણસીયા ગઈકાલે તા. 27ના રોજ પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.