મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરની શેરીઓમાં ભૂગર્ભ ગટરો 15 દિવસથી ભરાઇ ગયેલ છે. આ ગટરોના પાણી તથા વરસાદી પાણી હાલ રહીશોના ઘરમાં ઘુસી આવ્યા છે. આના કારણે ગંદકી થતાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે. તેથી, સ્થાનિકોને બીમારી થવાની શક્યતા છે. આ અંગે નગરપાલિકામાં ગત તા. 21 તથા 25ના રોજ રહીશો દ્વારા અરજી કરવામાં આવી હતી. છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. જો 5 દિવસમાં આ પાણીનો નિકાલ ન થાય તો તમામ રહેવાસીઓ નગરપાલિકાએ ગટરનું પાણી ઢોળશે તથા તાળાબંધી કરશે. આ બાબતની સત્વરે નોંધ લઇ તથા યોગ્ય પગલા લેવાની અપીલ રજુઆતમાં કરવામાં આવી છે. આમ, આ લેખિત રજૂઆત લાયન્સનગરના સ્થાનિકો દ્વારા કલેક્ટર જે. બી. પટેલને કરાઈ છે.