કુલ રોકડ રૂ. 25,400 જપ્ત કરાયા માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વેજલપર ગામમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 26ના રોજ વેજલપર ગામમાં જીતેન્દ્રભાઇ હેમજીભાઇ ગડેશીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ. 25,400 જપ્ત કરવામાં આવી છે. આ બનાવમાં પોલીસે જીતેન્દ્રભાઇ હેમજીભાઇ ગડેશીયા, ઘનજીભાઇ નાનજીભાઇ ઝીઝુંવાડીયા, રણજીતભાઇ મગાભાઇ ઝાલા, ગણપતભાઇ નરશીભાઇ ઝીંઝુવાડીયા, રવજીભાઇ ભુપતભાઇ ગડેશીયા, અશોકભાઇ હિરાભાઇ ઝીંઝુવાડીયા તથા જગદીશભાઇ વસંતભાઇ ગોસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.