વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન, પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ માળીયા (મી.) : ગત તા. 24ના રોજ માળીયા (મી.) તાલુકા સહીત જિલ્લાભરમાં ભારે વરસાદ હતો. ત્યારે વરસાદના લીધે માળીયા (મી.) તાલુકા પંચાયત કચેરીમાં રેકોર્ડની ફાઈલો પલળી ગઈ છે. તેમજ વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન થયું છે. માળીયા (મી.)માં બે દિવસ અતિભારે વરસાદના કારણે માળીયા (મી.) તાલુકા પંચાયતની કચેરીમાં આશરે 3 ફુટ જેટલા પાણી ભરાયા હતા. જેના લીધે તાલુકા કચેરીમાં નીચેના ભાગે રાખેલ અલગ-અલગ કચેરીના શાખાના રેકર્ડ પલળી ગયા છે. તેમજ કચેરીના વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન થયું છે. આ બાબત અંગે હાર્દિકભાઈ રંકજાએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અરજી આપી છે. આથી, પોલીસ સ્ટેશનમાં આ બાબતની નોધ કરવામાં આવેલ છે. અને આ બાબતની આગળની તપાસ હાથ ધરેલ છે.