વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મહિકા ગામે વાડી વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી (બંદુક) સાથે પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 26ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય, દરમિયાન સ્ટાફને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ-મહીકા ગામ વાડી વિસ્તારમાંથી આરોપી ગોવીંદભાઇ પોલાભાઇ રોજાસરા (ઉ.વ. 45, રહે. હોલમઢ)ને ગેરકાયદે દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ (જામગરી) બંદૂક નંગ-1, કી.રૂ. 2,000 સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.