મોરબી : ખાખરેચી ગામને પીવાનું પાણી પૂરું પડતું તળાવ ઓવરફલૉ થતા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. ખાખરેચી ગામને પીવાનું પાણી પૂરું પાડતું તળાવ ફરી એકવાર ઓવરફ્લોની સપાટીએ પહોંચતા લોકમાં ખુશી અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો અને નવા નીરના વધામણાંનો કાર્યક્રમ આજે નરેન્દ્રસિંહના પુત્ર ભવદીપસિંહની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તળાવના નીરનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.