મોરબી : હાલ દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થા એવી આઈ.આઈ.ટી ખડકપુર જે સંસ્થામાંથી ગૂગલના સી.ઇ.ઓ સુંદર પીચાઈ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના અભ્યાસ કર્યો છે. જેમાં મોરબીના પીપળીયા ગામના વિદ્યાથીએ એડમીશન મેળવ્યું છે. આઈ.આઈ.ટી સંસ્થામાં લાખો વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા મહેનત કરતા હોય છે. અને લાખો વિધાર્થીઓનું સપનું હોય છે. ત્યારે મોરબીના નાના એવા પીપળીયા ગામના ગીરીશ હસમુખભાઇ જાદવે આઈ.આઈ.ટી. ખડકપુરમાં એડમિશન મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેમના સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.