મોરબી : મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં અકસ્માતે ડૂબી જતાં પરિણીતાનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક મોર્ગનાઇઝ સીરામીકમાં રહીને મજૂરી કામ કરતી સુસીલાબેન મુકેશભાઇ ડોડવા (ઉ.વ.૨૦) નામની પરિણીતા ગઈકાલે લખધીરપુર રોડ પરની કેનાલમાં ન્હાવા અને કપડાં ધોવા ગઈ હતી. તે વખતે અકસ્માતે તેણી કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક પરિણીતાનો લગ્નગાળો ૩ થી ૪ માસનો હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.