મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેને ફોરલેન કરવાના કામમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝનને રીપેર કરવા બાબતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં મોરબી-રાજકોટ રોડને ફોરલેનમાં ફેરવવાનું કામ પ્રગતિમાં છે. આ કામમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. તેના માટે ડાયવર્ઝનો કાઢવામાં આવેલ છે. પરંતુ આ ડાયવર્ઝનો જે મુજબ બનાવવા જોઈએ તેવા બનાવવામાં આવેલ નથી. તેની હલકી ગુણવતાના કારણે આ વરસાદમાં તેમાં મોટા ગાબડાંઓ અને મોટા ખાડાઓ પડી જવા પામેલ છે. જેના કારણે વાહનચાલકો ખુબ જ પરેશાન પણ થાય છે. અને તેના વાહનોને નુકશાન પણ થાય છે. અને ટ્રાફિક પણ જામ થાય છે. જેના કારણે લોકોને પોતાના જવાના સ્થળે પહોચતા ખુબ જ સમય લાગે છે. અને પેટ્રોલ-ડીઝલનો પણ વ્યય થાય છે. અને વાહનોને પણ નુકશાન થાય છે. તો આ બાબતે લગત વિભાગને તાત્કાલિક આદેશો આપીને ડાયવર્ઝનોને રીપેર કરાવવા યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.