મોરબી : મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની એક યાદી મુજબ વર્ષ ૨૦૨૦ માટે મોરબી જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી છ(૬) શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી થઇ છે. આ શિક્ષકોનું તા.૦૫-૦૯-૨૦૨૦ના શિક્ષકદિન નિમિતે સન્માન કરવામાં આવશે. જેમાં જિલ્લાકક્ષાએ ટંકારા તાલુકાના હડમતિયાળી પ્રાથમિક શાળાના શિક્ષક ગીતાબેન સાંચલા, મોરબી તાલુકાના રાજપર શાળાનાં દિનેશભાઇ ભેસદડિયા તથા તાલુકા કક્ષાએ ટંકારા તાલુકાના સુષ્માબેન પડાયા, નેમિષભાઇ પાલરીયા અને મોરબી તાલુકાનાં ગૌતમભાઇ ગોધવિયા અને હળવદ તાલુકાનાં વિમલકુમાર પટેલની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઇ છે.