જુલાઈ માસમાં ઘરફોડીનો ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી બદલ એ ડિવિજન પોલીસ કોન્સ.ને રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ-કોપ એવોર્ડ એનાયત કરાયો મોરબી : ઇ-ગુજકોપની મદદથી ગુનાઓના ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી કરનાર રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ.કોપ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીમાં જુલાઈ માસ દરમિયાન ઘરફોડ ચોરીનો ઇ-ગુજકોપની મદદથી ભેદ ઉકેલીને સરાહનીય કામગીરી કરનાર એ ડિવિજનના પોલીસ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડાના હસ્તે ઇ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જે બદલ મોરબી એ ડિવિજનમાં પોલીસ બેડામાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. મોરબી શહેરમાં ગત જુલાઈ માસ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં 14 તોલા સોનુ મળીને કુલ રૂ.7.25 લાખના મુદામાલની ઘરફોડ ચોરી થઈ હતી.આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે એ ડિવિઝન પોલીસ સક્રિય થઇને સઘન તપાસ ચલાવી હતી.ખાસ કરીને ગુનાનાઓના ભેદ ઉકેલવા માટેની મહત્વની કડીરૂપ ટેકનોલોજીની ઇ-ગુજકોપનો ઉપયોગ કરીને મોરબી એ ડિવિઝનના ટેકનોલોજી વિભાગના પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઈ જેસંગભાઈએ આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી કરવામાં મહતવીની ભૂમિકા અદા કરી હતી.અને ઘરફોડ ચોરી થયાના થોડા સમયમાં આ બનાવના મૂળ સુધી પહોંચીને પોલીસે આરોપીને ઝડપી લઈને તમામ ચોરાઉ મુદ્દામાલ રિકવર કર્યો હતો.તેથી ઇ-ગુજકોપની મદદથી આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની સરાહનીય કામગીરી કરવા બદલ મોરબી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ જયપાલભાઈ જેસંગભાઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ઇ કોપ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.