સ્થાનિક ધર્મસુષ્ટિ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી :મોરબી જિલ્લામાંથી રાજકોટ તરફથી આવતા અને કંડલા બંદર તરફ જતા રાજ્ય હાઇવે પર મોરબીના ભક્તિનગર સર્કલ પર પાપાજી ફનવર્લ્ડ સુધી ગેરકાયદે ખડાયેલા દબાણો હટાવવા અને ધર્મસુષ્ટિ સોસાયટીના માર્ગને ખુલ્લો કરાવવા તથા સાઈડના રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા અને વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ સાથે આ સોસાયટીના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે ,મોરબી જિલ્લામાંથી રાજકોટ તરફથી આવતા અને કંડલા બંદર તરફ જતા રાજ્ય હાઇવે પર મોરબીના ભક્તિનગર સર્કલ પર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીના લોકોને અવરજવર કરવા માટે આ રાજ્ય હાઇવે એક અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.આ રાજ્ય હાઇવે પર ભક્તિનગર સર્કલ પાસે આશરે દોઢ વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલુ છે.આ રોડની વચ્ચેની બાજુએ ઊડે સુધી ખોદીને પતરાની વાડ કરી છે.અને વાહન ચાલવા માટે આશરે 15 થી 20 ફૂટનો સિંગલ રોડ જ રાખ્યો છે.જ્યાં રોડ ખોદયો છે તે રોડ આ સોસાયટીની ગેટની સામે છે આથી સોસાયટી લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે.સોસાયટીમાંથી લોકોને અવરજવર કરવા માટે છેક શનાળા ગામેથી ફરી ફરીને જવું પડે છે.હાલ ચોમાસાની સિઝન છે ત્યારે હાલમાં પડેલા વરસાદને કારણે રાજ્ય હાઇવેમાં અવરજવર માટે રખાયેલા 15 થી 20 ફૂટના સકડા સિંગલ રોડ ઉપર પાણી ભરાય જાય છે.બને બાજુના દબાણને લીધે ગટર તથા વરસાદનું પાણી આ સોસાયટીમાં ઘુસી જાય છે.આથી સોસાયટીના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. વધુમાં જણાવ્યું હતું કે ,રાજ્ય હાઇવેના સિંગલ રોડ ઉપર વાહનોની સૌથી વધુ અવરજવર રહે છે.આથી ટ્રાફિક વધુ રહેતા અને અકસ્માતનું જોખમ ટાળવા માટે ધર્મસુષ્ટિના લોકોને શનાળા ગામ તરફના માર્ગ પર અવરજવર કરી પડે છે અને ફરી ફરીને જવામાં ધણી હાલાકી ભોગવવી પડે છે.આ ઉપરાંત સ્થાનિક અમુક વગદાર લોકોએ આ સોસાયટીના ગેટ પર હોડીગ્સ ,પાર્કિંગ તેંમજ એન્ટ્રી ગેઇટ બનાવીને રસ્તા ઉપર દબાણ કર્યું છે.જે સોસાયટીની અવરજવર માટે અને રોડના કામમાં પણ અડચણરૂપ છે અને આ ઓવરજબ્રિજનું કામ ક્યારે પૂરું થાય એ નક્કી ન હોય સોસાયટીઓના રહીશોને અવરજવર કરવામા ભારે હાલાકી ભોગવવી પડે છે અને સિંગલ રોડ ઉપર ખાડાઓ પડી ગયા હોવાથી અકસ્માતનું પણ જોખમ રહે છે.આથી ઓવરબ્રિજનું કામ.પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સોસાયટીની અવરજવર માટે યોગ્ય રોડ કરી આપવા અને દબાણો હટાવવા તેમજ ખાડાઓ રીપેર કરવાની માંગ કરી છે.