મોરબી : અનલોક બાદ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આમ છતાં સંક્રમણ વધુને વધુ ફેલાતું છેક અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા મહેસુલી વિભાગમાંથી સમગ્ર જિલ્લા માટે કુલ 16 ટીમો બનાવીને સઘન કામગીરી માટે તાલુકા વાઇઝ એક્ટિવ સર્વેલન્સ ટીમ કાર્યરત કરી છે. દરેક જિલ્લાના તાલુકા વાઇઝ રચાયેલી આ 16 ટીમોમાં, મોરબી શહેર માટે જી.એસ.જાડેજા, એ.એ.સોલંકી (મહેસુલી તલાટી), બી.બી.જાડેજા (નાયબ મામલતદાર), એ.પી.જાડેજા (મહેસુલી તલાટી), એ.એમ.પાવરા (નાયબ મામલતદાર), બી.એચ.મસાણી (મહેસુલી તલાટી), એમ.એમ.બારડ (નાયબ ચિટનીસ) અને એસ.બી.બાલાસરા (જુનિયર ક્લાર્ક)ને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મોરબી તાલુકા માટે બી.બી.સોલંકી (મદદનીશ તાલુકા વિકાસ અધિકારી), ડી.ડી.પટેલ ( જુનિયર ક્લાર્ક), આર.આર.પટેલ (વિકાસ અધિકારી પંચાયત) અને ડી.સી.દેત્રોજા (જુનિયર ક્લાર્ક)ને નિયુક્ત કર્યા છે. વાંકાનેર શહેર માટે એચ.એમ.પરમાર (નાયબ મામલતદાર), કે.ડી.રાણપરિયા (મહેસુલી તલાટી), એ.એસ.જાડેજા (નાયબ મામલતદાર), આર.એચ.ગૌસ્વામી (મહેસુલી તલાટી)ને ફરજ સોંપાઈ છે. વાંકાનેર ગ્રામ્યમાં આઈ.એચ.માથકીયા (વિકાસ અધિકારી પંચાયત), વી.ડી.જાડેજા (જુનિયર ક્લાર્ક), એન.બી.ભીલ (વિકાસ અધિકારી પંચાયત), એન.એ. પરાસરા (જુનિયર ક્લાર્ક)ની નિમણુંક કરાઈ છે. હળવદ શહેર માટે એ.આર.પટેલ (નાયબ મામલતદાર), એ.જી.કરાવડીયા (મહેસુલી તલાટી), એ.જી.સુરાણી (નાયબ મામલતદાર), વાય.કે. વાઘેલા (મહેસુલી તલાટી) તથા હળવદ ગ્રામ્ય માટે વાય.જી.પટેલ ( વિકાસ અધિકારી પંચાયત-ઇન્ચાર્જ-), એ.એચ. સોનગ્રા (જુનિયર ક્લાર્ક), જે.બી.મહેતા ( વિકાસ અધિકારી પંચાયત-ઇન્ચાર્જ-) અને એચ.વી.ભટ્ટ (સિનિયર ક્લાર્ક)ને જવાબદારી સોંપાઈ છે. જયારે ટંકારા માટે જી.પી ભીમાણી (મદદનીશ તાલુકા વિકાસ અધિકારી) તથા એન.એલ.ઠોરીયા (જુનિયર ક્લાર્ક) અને માળીયા મી. માટે જે. સી. પટેલ (નાયબ મામલતદાર) તથા એલ.એસ. ઠાકર (મહેસુલી તલાટી)ને ફરજ સોંપાઈ છે. આમ, કોરોના સંબંધી કામગીરીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાં મહેસુલી શાખાનો સાથ લઈ શહેરોથી શરૂ કરી ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી આ અધિકારીઓ કાર્ય કરશે. ગત 22 ઓગષ્ટના રોજ જિલ્લા કલેકટર, ડીડીઓ, સીડીએચઓ તથા આરોગ્ય અને મહેસુલી અધિકારીઓ સાથેની મિટિંગમાં ઉપરોક્ત ટીમ નક્કી કરી દરેકની જવાબદારી નક્કી કરી જે તે વિસ્તારની કામગીરી શરૂ કરી દેવા જણાવાયું હતું. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી જ વહીવટી સંકલનના અભાવ વચ્ચે દિવસ ઉગે અને પ્રજા માટે નવા નિયમો અને ગાઈડલાઇન્સ જાહેર કરવાનો વણથંભ્યો સિલસિલો હજુ યથાવત જ છે. શરૂઆતમાં દર્દીઓના નામ સહિતની વિગતો અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરી જાહેર કરવામાં આવતી હતી. ત્યારબાદ નામ જાહેર કરવાનું બંધ કરાયું અને માત્ર વિસ્તારના નામ જ જાહેર કરાતા હતા. જો કે હાલ માત્ર જે તે શહેરના આંકડા જ જાહેર કરવામાં આવતા હોય લોકોના ઘરની નજીકના વિસ્તારમાં કોઈ સંક્રમિત નોંધાયો હોય તો એની જાણકારી પણ નથી હોતી. આના કારણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલ સ્વસ્થ વ્યક્તિ પણ આગોતરી તકેદારી નથી રાખી શકતો અને અજાણતામાં અન્ય લોકોને ચેપગ્રસ્ત કરી બેસે છે. વિપક્ષ સહિત દરેક સામાન્યજનની પણ માંગ છે કે નામ નહીં તો કમસેકમ જે વિસ્તારમાંથી કેસ નોંધાયો હોય એ વિસ્તારનું નામ તો જાહેર કરવામાં આવે જ. તંત્ર તરફથી કરવામાં આવતી કવાયત તો જ સાચા અર્થમાં સાર્થક થશે એવું જાણકારો માની રહ્યા છે.