વાંકાનેર : તાલુકાના સૌથી મોટા તિથવા ગામે આસોઈ નદીમાં આવેલ ભારે પુરના કારણે એક કોજવે તૂટી ગયો છે. તીથવા ગામથી તીથવા-2 (કુબા) તરફ જવાના રસ્તામાં આશોઈ નદી ઉપર બનાવવામાં આવેલ કોઝવેનો અમુક ભાગ તૂટી ગયો છે. આ તૂટેલા ભાગમાં જોતા એવું લાગે છે કે આ કોઝવેનું કામ નબળુ થયું હશે. આ કોઝવે તુટવાથી તિથવાના પેટાપરા કુબાનો મુખ્ય ગામ તીથવા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં જે ખેડૂતોની વાડીઓ આવેલી છે તે લોકો વાડીએ જઈ શકશે નહીં કેમ કે કોઝવેનો ઉપરનો ભાગ ઉખડી ગયો છે. જેથી, ત્યાં કોઈપણ વાહન ચાલી શકે તેમ નથી. અને નદીમાં ઘણું પાણી વહેતું હોવાથી નદી પાર કરી શકાય તેમ ન હોવાના કારણે ખેડૂતો હેરાનપરેશાન થઇ જશે. જેથી, જવાબદાર તંત્રએ આ કોઝવે રીપેર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જોઈએ.