નાના ખીજડિયા ગામે પાણીમાં ફસાયેલા 17 મજૂરો અને ટંકારાના સર્કિટ હાઉસ પાસે ગોડાઉનમાં ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા ટંકારા : ટંકારા પંથકને બે દિવસથી મેધારજાએ ધમરોળી રહ્યા છે. અને આકાશમાંથી સતત આફત વરસી રહી છે. ત્યારે ટંકારામાં ગઈકાલે મોડી સાંજે ભારે વરસાદ પડતાં રીતસર જળ તાંડવ સર્જાયું હતું. જેમાં ટંકારાના ખીજડીયા રોડ આવેલ ફેકટરી પાસે પુરની જેમ પાણી ફરી વળતા 17 જેટલા મજૂરો ફસાયા હતા. આથી, ગતરાત્રીના 12 વાગ્યાની આસપાસ ગામના સરપંચ ફિરોઝભાઈ સહિતના યુવાનનો પાણીમાં રેસ્ક્યુ કરીને ફસાયેલા 17 મજૂરોને બચાવી લીધા હતા. જ્યારે ટંકારા પંથકમાં ગઈકાલે રાત્રીની સમયે અનરાધાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. અને નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોના મકાન અને ફેક્ટરીઓમાં પુરની જેમ પાણી ફરી વળ્યાં હતા. આ સાથે જ ટંકારા સર્કિટ હાઉસ પાછળ આવેલા એક ગોડાઉનમાં અંદર આઠ જેટલા લોકો ફસાયા હતા. આ અંગે પોલીસ તંત્રને જાણ કરતા તંત્રની ટીમ પોલીસ જવાનોએ રેસ્ક્યુ હાથ ધરી તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગ્યા હતા અને તમામ આઠ લોકોને સુરક્ષિત બહાર લવાયા હતા. મામલતદાર નિનામા, ટિડીઓ નાગાજણ તરખાલા, મહિલા ફોજદાર ગોડલિયા, સામાજિક કાર્યકર તલાટી કમ મંત્રી ફિરોઝભાઈ પઠાણ, વિપુલભાઈ આહિર, જેસાભાઈ ડાંગર, મહેશભાઈ ડાભી, પાણીના તાણ વચ્ચે જઈ આઠે મજુરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/